નવી દિલ્હી: નવા કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા 19 દિવસથી દિલ્હી-હરિયાણા સિંઘુ બોર્ડર પર ધરણા ધરી રહેલા હજારો ખેડૂતોએ પોતાનું આંદોલન ઉગ્ર બનાવવાનો નિર્ણય લીધો છે. આ જ ક્રમમાં આજે એટલે કે સોમવારે ખેડૂત નેતા સિંઘુ બોર્ડર પર ભૂખ હડતાળ કરશે. આ દરમિયાન દેશની રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ખેડૂતોનું સમર્થન કરતા સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ભૂખ હડતાળ કરવાનો નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિસાન આંદોલનમાં લાગ્યા PM મોદી વિરુદ્ધ નારા, સામે આવ્યો Video


ખેડૂતોની સાથે AAP
સીએમ અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયાના માધ્યમથી પાર્ટી કાર્યકરોને સંબોધન કરતા કહ્યું કે ખેડૂતોની આ માગણીઓના સમર્થનમાં ઉપવાસ રાખવાની અપીલ કરી છે. ત્યારબાદ આપ સરકારમાં મંત્રી ગોપાલ રાયે જણાવ્યું કે પાર્ટીના તમામ પદાધિકારી, વિધાયક અને કોર્પોરેટર સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ITO સ્થિત પાર્ટી કાર્યાલય પર સામૂહિક ઉપવાસ કરશે. આમ આદમી પાર્ટી ખેડૂતોની માગણીઓના સમર્થનમાં સંપૂર્ણ રીતે ખેડૂતોની સાથે છે. 


આંદોલન ઉગ્ર બનાવશે ખેડૂતો, કાયદામાં સંશોધન મંજૂર નથી
અત્રે જણાવવાનું કે નવા કૃષિ કાયદા અંગે ખેડૂતોનું વલણ હજુ પણ મક્કમ છે. ગત શુક્રવારે તેમણે કહ્યું કે અમે કાયદો રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું. ગામથી લોકો નીકળી પડ્યા છે. અમે આંદોલન હજુ મોટું કરીશું. સરકાર ભલે ફૂટ નાખવાની કોશિશ કરતી રહે. બોર્ડર પર બેરિકેડિંગ કરે. પરંતુ અમે તેને તોડી નાખીશું. અમે સરકારને સ્પષ્ટ કહી દીધુ છે કે કાયદો રદ કરવો પડશે. સંશોધન મંજૂર નથી. 


Farmers Protest: અમિત શાહ ફરી એક્ટિવ, પંજાબ ભાજપના નેતાઓ સાથે કરી મુલાકાત


4 લેયર પ્રોટેક્શનમાં ફેરવાઈ દિલ્હીની સુરક્ષા
ખેડૂતોના આંદોલન ઉગ્ર બનાવવાના એલાન બાદ દેશની રાજધાની દિલ્હીની સિંઘુ બોર્ડર પર પોલીસે સુરક્ષા વધારતા સીમેન્ટ બેરિકેડ પર સાંકળ સાથે તાળા માર્યા છે. જેથી કરીને બેરિકેડ હટાવી શકાય નહીં. અત્રે જણાવવાનું કે પોલીસે સુરક્ષાને લઈને પહેલેથી માટીથી ભરેલા ડંપર, બેરિકેડ અને ત્યારબાદ સીમેન્ટના બેરિકેડ લગાવી રાખ્યા છે. એટલું જ નહીં આ થ્રી લેયર પ્રોટેક્શન બાદ રેપિડ એક્શન ફોર્સ (RAF) અને BSFના જવાનોની પણ તૈનાતી કરાઈ છે. 


છેલ્લા 5 રાઉન્ડની વાતચીત અનિર્ણિત, આગામી બેઠકથી આશા
અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકાર અને 40 ખેડૂત સંઘોના પ્રતિનિધિઓ વચ્ચે પહેલા થયેલા પાંચ રાઉન્ડની વાતચીતનું કોઈ પરિણામ આવ્યું નથી. કૃષિ કાયદાની કેટલીક જોગવાઈઓમાં સંશોધન માટે સરકારના ડ્રાફ્ટ પ્રસ્તાવને ખેડૂત નેતાઓએ ફગાવી દીધો અને બેઠકમાં ભાગ લેવાનો ઈન્કાર કર્યા બાદ છઠ્ઠા રાઉન્ડની વાતચીત થઈ નહતી. જો કે સરકારે સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ પણ સમયે  ચર્ચા માટે તૈયાર છે. જ્યારે ખેડૂત સંગઠનોએ કહ્યું કે તેઓ વાતચીત માટે ત્યારે જ આવશે જ્યારે કાયદા રદ થશે. 


કોરોનાને હરાવી ચૂકેલા દર્દીઓ પર હવે નવી જીવલેણ બીમારીનું જોખમ, 2 લોકોના મૃત્યુ


જલદી થશે આગામી રાઉન્ડની વાતચીત
કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરીએ રવિવારે કહ્યું કે સરકાર જલદી એક તારીખ નક્કી કરીને ખેડૂત સંઘના નેતાઓને આગામી રાઉન્ડની વાતચીત માટે બોલાવશે. ચૌધરીએ વધુમાં કહ્યું કે ગતિરોધ ખતમ કરવા માટે સરકાર કોઈ સમાધાન શોધશે. અમને પૂરેપૂરો ભરોસો છે. આગામી બેઠકમાં આ મુદ્દો ઉકેલાઈ જશે. કૃષિ રાજ્યમંત્રી ચૌધરીએ કહ્યું કે વરિષ્ઠ મંત્રી અમિત શાહ અને નરેન્દ્ર સિંહ તોમર આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube